-->

VMC GSSSB Junior Clerk Prelim Result 2023

VMC GSSSB Junior Clerk Prelim Result 2023 - વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંકઃ ૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ MCQ-OMR પધ્ધતિથી યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પરિણામ પ્રસિદ્ધ કરવા માટેની અગત્યની જાહેરાત


VMC GSSSB Junior Clerk Prelim Result 2023

વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક: ૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે મંડળ દ્વારા તા. ૦૮/૧૦/૨૦૨૩ના રોજ MCQ-OMR પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી યોજવામાં આવેલ.

જે અન્વયે મંડળ દ્વારા તા. ૦૪/૧૨/૨૦૨૩ના રોજ આખરી ફાઈનલ આન્સર-કી (Revised-2) પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં કુલ-૦૪ પ્રશ્ન રદ કરવામાં આવેલ હોઇ, કુલ ૨૦૦ ગુણ, કુલ-૧૯૬ પ્રશ્નો વચ્ચે વહેંચાતા Pro-Rata પદ્ધતિ મુજબ ૦૧ પ્રશ્નના કુલ-1.020 ગુણ નિયત કરવામાં આવેલ.તેમજ પ્રત્યેક ખોટા જવાબદીઠ, ખાલી છોડેલ જવાબદીઠ, પ્રશ્નમાં એક કરતાં વધુ વિકલ્પ encode કરેલ હોય તેવા તથા છેકછાક કરેલ હોય તેવા જવાબદીઠ 0.255 ગુણ કાપવામાં આવેલ છે તથા જો ઉમેદવારે વિકલ્પ (E) ને encode કરેલ હોય તો જવાબદીઠ 0.255 ગુણ કાપવામાં આવેલ નથી.

સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર તમામ કેટેગરી માટે ૪૦% લઘુત્તમ લાયકી ગુણના ધોરણને ધ્યાને લઈ સફળ થયેલ લાયક (ક્વોલીફાય) ગણવાપાત્ર ઉમેદવારોની મેરીટ્સ મુજબની યાદી એનેક્ષર-A (ઉમેદવારોની કુલ સંખ્યા: ૧૭,૦૬૮) નીચે દર્શાવ્યા મુજબ છે.

મંડળ દ્વારા આ પરીક્ષાને અંતે પ્રસિદ્ધ કરવામાં આવેલ લાયક (ક્વોલીફાય) ગણવાપાત્ર ઉમેદવારોની યાદીમાં સમાવેશ થવા માત્રથી ઉમેદવારને તેઓનો નોકરીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.

સદર ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની વડોદરા મહાનગરપાલિકા કક્ષાએથી જુનિયર ક્લાર્કની જાહેરાત તથા ભરતી નિયમોની જોગવાઈને આધીન રહીને ચકાસણી કરવામાં આવશે.

ઉમેદવારની આખરી પસંદગી અંગે ઉમેદવારનું મેરીટ તથા તેની સામે કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ વગેરે બાબતો ધ્યાને લઈ સરકારના ભરતી અંગેના પ્રવર્તમાન નિયમો અને જોગવાઈઓને આધિન વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમણૂંક અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. પ્રમાણપત્રોની ચકાસણીને અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પસંદગી/પ્રતિક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % કે તેથી વધુ માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી

વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે લઘુત્તમ લાયકી ગુણ – ૪૦ % થી ઓછા માર્કસ મેળવનાર ઉમેદવારોની યાદી

For more details Click Here

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel